આપણા મુખ્યમંત્રી સાહેબે ગાંધીનગરમાં ગાંધીજીનું મંદિર બનવવાનું શરૂ કરાવ્યું છે. સાંભળ્યું છે કે તેની પાછળ ૧૩૦ કરોડથી પણ વધુ ખર્ચ થશે. રામ જાણે કેટલાનું મંદિર બનશે અને કેટલા પૂજારીઓના ઘરે જશે?
એ બધું તો, ખેર, આપણા હાથમાં નથી, પણ આ મંદિર માટે કેટલા બધા વૃક્ષો કપાઈ રહ્યાં છે તે ખબર છે? હમણાં છાપામાં વાંચ્યું ત્યારે જાણ્યું, કે લગભગ અડધો અડધ વૃક્ષો સેકટર-૧૩ માંથી કપાશે.
તેમના મતે નવા વૃક્ષો વવાશે એવું આશ્વાસન છે...પણ વર્ષોથી ઊભેલાં વૃક્ષોનું શું?
બીજું કાંઈ નહિ પણ ગાંધીનગરનું 'ગ્રીન સીટી' નું લેબલ જતું રે'શે...
;;
Subscribe to:
Posts (Atom)